બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો.
બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. આ અંગેની સુનાવણી 2 અઠવાડિયાં પછી થશે. જ્યારથી બિલ્કિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી ઘણી મહિલાઓનો સવાલ હતો કે કાયદા અને બળાત્કાર સંબંધિત અન્ય માહિતી વિશે પણ વિગતવાર માહિતી જણાવો.
2020ના આંકડા પર નજર નાખીએ તો...
દેશમાં દરરોજ બળાત્કારના 77 કેસ નોંધાયા હતા.
રાજસ્થાનમાં સૌથી વધુ બળાત્કારના કેસ નોંધાયા છે.
ઉત્તરપ્રદેશ બળાત્કારના કેસમાં બીજા નંબરે હતું.
3,71,503 ઘટનામાં મહિલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા.
સવાલ : જો કોઈ છોકરી પર બળાત્કાર થાય છે, તો કાયદાની દૃષ્ટિએ તેની પાસે કયો વિકલ્પ છે?
જવાબ: ભારતીય દંડસંહિતા, એટલે કે IPCમાં બળાત્કારીઓ માટે સજા નક્કી કરવામાં આવી છે. પીડિતા તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. આ બાદ બળાત્કારી પર કાર્યવાહી કરવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે અને પછી સજા કરવામાં આવશે, પરંતુ સૌથી જરૂરી છે કે મહિલાએ આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે.
સવાલ : શું કોઈ સામાન્ય મહિલા પણ બળાત્કારીઓને છોડવાના નિર્ણયને પડકારી શકે છે?
જવાબ: હા, મહિલાઓ પણ પડકારી શકે છે. રી-પિટિશન, એટલે કે રિવ્યુ પિટિશન ફાઇલ કરી શકાય છે. એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં પડકારી શકાય છે.
રાજ્યની નીતિમાં જે મુજબ જોગવાઈ છે એ મુજબ એ નક્કી કરવામાં આવે છે કે ગુનેગારોને 14 વર્ષની સજા પૂરી કર્યા પછી છોડી શકાય કે નહીં.
સજા માફીની નીતિ કેન્દ્ર સરકારની છે, પરંતુ એમાં બળાત્કારીને નિર્દોષ છોડવાની કોઈ જોગવાઈ નથી. રાજ્યની નીતિમાં બળાત્કારના ગુનેગારને નિર્દોષ છોડવાની કોઈ જોગવાઈ નથી.
બિલ્કિસ બાનો કેસમાં જેઓ છૂટી ગયા હતા તેમણે 3 વર્ષની બાળકીની માથામાં મારીને હત્યા કરી હતી. મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલા પાંચ મહિનાની ગર્ભવતી હતી. આ કેસમાં હાલના કાયદા મુજબ દોષિતોને નિર્દોષ છોડવાની કોઈ જોગવાઈ ન હતી, પરંતુ ગુજરાત સરકારે 1992ના કાયદાનો આશરો લઈને દોષિતોને છોડી દીધા હતા.
સવાલ: જો બળાત્કાર પીડિતા ગુનેગારની મુક્તિને કોર્ટમાં પડકારવા ન માગતી હોય તો શું તેના વતી અન્ય કોઈ પડકારી શકે?
જવાબ: હા, આવા કેસો જાહેરહિતની અરજી, એટલે કે PIL છે, તેથી કોઈપણ એને PIL ( પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) હેઠળ પડકારી શકે છે.
સવાલ: ધારો કે સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટની જેમ પીડિતાની અરજી ફગાવી દે તો પીડિતા પાસે વિકલ્પ શું છે? શું ફરી અરજી દાખલ કરી શકાય? શું રાષ્ટ્રપતિને અપીલ કરી શકાય?
જવાબ- બિલ્કિસ બાનોના કેસથી સમજીએ તો હાઈકોર્ટે આમાં સજા આપી હતી. બિલ્કિસ બાનો પાસે રાજ્યની નીતિને પડકારવાન
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો