cr.p.c-ની કલમ - 160- સાક્ષીઓની જરૂરી હાજરી માટે પોલીસ અધિકારીની સત્તા.

 Cr.p.c-ની કલમ - 160- સાક્ષીઓની જરૂરી હાજરી માટે પોલીસ અધિકારીની સત્તા.-


       કોઈ પણ પોલીસ અધિકારી કે જે કેસની તપાસ કરી રહ્યા હોય તે અધિકારી જે તે કેસમાં સબધિંત સાક્ષીઓ ને જરૂરી તપાસ માટે લેખિતમાં નોટિસ આપીને જે તે વ્યક્તિને પોલીસ અધિકારી પોતાના પોલીસ સ્ટેશન ની હદમાં અથવા નજીકની હદના પોલીસ સ્ટેશનની હદમાં હોય તેવા વ્યક્તિને કેસની હકીકત અંગે પૂછપરછ માટે બોલાવી શકે છે.

        પરંતુ ૧૫ વર્ષ થી ઓછી ઉંમરના પુરુષને અને સ્ત્રી ને    

પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહિ તેમજ આવા સાક્ષીને તેમના નિવાસસ્થાને જઈને પોલીસ જરૂરી પૂછપરછ કરી શકે છે.

      લેખિતમાં નોટિસ આપ્યા વગર કોઈ પણ વ્યક્તિને સાક્ષી તરીકે પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે નહિ.

#advocatemitra

#advarvind

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી...

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?