ગુજરાત રાજયમાં દસ્તાવેજોના લખાણ સહિતની તમામ વિગતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત ૧ મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે, આગામી તા. ૧૫ ઓગસ્ટથી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેને અમલી બનાવવામાં આવનાર છે.

 ગુજરાત રાજયમાં દસ્તાવેજોના લખાણ સહિતની તમામ વિગતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત ૧ મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે, આગામી તા. ૧૫ ઓગસ્ટથી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેને અમલી બનાવવામાં આવનાર છે. 


જેમાં દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મેળવી સબ રજિસ્ટ્રાર સમક્ષ લખાણ ફિઝિકલ પણ રજૂ કરવાનું રહેશે.


મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસ લેખ સહિત વિગેરે તમામ દસ્તાવેજોની નોંધણી માટે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે દસ્તાવેજોનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મુજબ નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જવાનું રહેશે. 


સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે, ઈન્ડેક્સની નકલ, દસ્તાવેજોની નકલ લોકો ઓનલાઈન મેળવી શકે છે. 


હવે, આ કચેરીઓમાં ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી જે દિવસે એપોઈન્ટમેન્ટ મળે ત્યારે જાતે દસ્તાવેજોની નકલ લઈને જવાનું રહેશે. એપોઈન્ટમેન્ટ મેળવી સબ રજિસ્ટ્રાર સમક્ષ લખાણ ફિઝિકલ પણ રજૂ કરવાનું રહેશે. આ અંગે અરજદારો રાજ્ય સરકારની નવા વેબ પોર્ટલ પર અરજદારે લોગ ઈન કરી વિવિધ વિગતો એન્ટ્રી કરવાની રહેશે. દસ્તાવેજ કરનાર તેમજ કરી આપનાર સહિત તમામના નામો પોર્ટલ પરની વિગતો મુજબ જાતે જ એન્ટ્રી કરવાના રહેશે. તેમજ સાક્ષીઓના નામોની પણ અગાઉથી જ એન્ટ્રી થશે. એટલું જ નહીં, મિલકતની વેલ્યુએશન પણ જાતે જ કરી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવાની રહેશે.


આ બધી વિગતો પોર્ટલ પર અપલોડ કર્યા પછી દસ્તાવેજ કરાવવા માટે એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે અને બાદમાં દસ્તાવેજની વિગતો ઓનલાઈન એન્ટ્રી કરી હોવા છતાં સબ રજિસ્ટ્રાર સમક્ષ તે ફિઝિકલ રજૂ કરવાની રહેશે. દસ્તાવેજોની વિગતોની અરજદારે જાતે જ એન્ટ્રી કરી હોવાથી હવે લખાણ સાચું-ખોટું હોવાની તમામ જવાબદારી દસ્તાવેજ કરનારની જ રહેશે. પરંતુ જો કોઈ સુધારો કરવો હોય તો તેના માટે વિકલ્પ પણ અપાયો છે.


advocatemitra

Adv_arvind_parmar

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી...

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?