પોસ્ટ્સ

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો.

 બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. આ અંગેની સુનાવણી 2 અઠવાડિયાં પછી થશે. જ્યારથી બિલ્કિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી ઘણી મહિલાઓનો સવાલ હતો કે કાયદા અને બળાત્કાર સંબંધિત અન્ય માહિતી વિશે પણ વિગતવાર માહિતી જણાવો. 2020ના આંકડા પર નજર નાખીએ તો... દેશમાં દરરોજ બળાત્કારના 77 કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં સૌથી વધુ બળાત્કારના કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બળાત્કારના કેસમાં બીજા નંબરે હતું. 3,71,503 ઘટનામાં મહિલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા. સવાલ : જો કોઈ છોકરી પર બળાત્કાર થાય છે, તો કાયદાની દૃષ્ટિએ તેની પાસે કયો વિકલ્પ છે? જવાબ: ભારતીય દંડસંહિતા, એટલે કે IPCમાં બળાત્કારીઓ માટે સજા નક્કી કરવામાં આવી છે. પીડિતા તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. આ બાદ બળાત્કારી પર કાર્યવાહી કરવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે અને પછી સજા કરવામાં આવશે, પરંતુ સૌથી જરૂરી છે કે મહિલાએ આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે.   સવાલ : શું કોઈ સામાન્ય મહિલા પણ બળાત્કારીઓને છોડવાના નિર્ણયને પડકારી શકે છે? જવાબ: હા, મહિલાઓ પણ...

ભારતીય ફોજદારી ધારો (IPC)

1.પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? 201 2.શું મૃત્યુ પામેલ વ્યક્તિની બદનક્ષી થઈ શકે ? હા 3.ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? પાંચ 4.હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? પાંચ 5.શું ચોરીના ગુનામાં ભયનું તત્વ હોય છે ? ના 6.ચોરીના ગુનામાં શું ભળતા તે લૂંટમાં પરિણમે છે ? ભય અને બળ 7.ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકારો છે ? ત્રણ , ગુપ્ત રીતે ગૃહપ્રવેશ , રાત્રે ગૃહપ્રવેશ , ઘર ફોડવું 8.અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 228 9.ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગેરકાયદેસર મંડળીના પ્રત્યેક સભ્યને ગુના માટે જવાબદાર ગણવામાં આવે છે ? 149 10.રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 153-બી #advocatemitra #advarvind 

cr.p.c-ની કલમ - 160- સાક્ષીઓની જરૂરી હાજરી માટે પોલીસ અધિકારીની સત્તા.

 Cr.p.c-ની કલમ - 160- સાક્ષીઓની જરૂરી હાજરી માટે પોલીસ અધિકારીની સત્તા.-        કોઈ પણ પોલીસ અધિકારી કે જે કેસની તપાસ કરી રહ્યા હોય તે અધિકારી જે તે કેસમાં સબધિંત સાક્ષીઓ ને જરૂરી તપાસ માટે લેખિતમાં નોટિસ આપીને જે તે વ્યક્તિને પોલીસ અધિકારી પોતાના પોલીસ સ્ટેશન ની હદમાં અથવા નજીકની હદના પોલીસ સ્ટેશનની હદમાં હોય તેવા વ્યક્તિને કેસની હકીકત અંગે પૂછપરછ માટે બોલાવી શકે છે.         પરંતુ ૧૫ વર્ષ થી ઓછી ઉંમરના પુરુષને અને સ્ત્રી ને     પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહિ તેમજ આવા સાક્ષીને તેમના નિવાસસ્થાને જઈને પોલીસ જરૂરી પૂછપરછ કરી શકે છે.       લેખિતમાં નોટિસ આપ્યા વગર કોઈ પણ વ્યક્તિને સાક્ષી તરીકે પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે નહિ. #advocatemitra #advarvind

પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે?

 પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે? ૨ સંજોગોમાં એન્કાઉન્ટર કરી શકે.. (૧) પોલીસ ખૂંખાર આરોપીને ધરપકડ માટે શોધતી હોય ત્યારે પોલીસ ઉપર જીવલેણ હુમલો આરોપી કરે ત્યારે સ્વબચાવમાં પોલીસ એન્કાઉન્ટર કરી શકે.. (૨) જ્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને પોલીસના હથિયાર છીનવીને પોલીસ ઉપર હુમલો કરે ત્યારે પોતાનો જીવ બચાવવા માટે સેલ્ફ ડિફેન્સ માં પોલીસ એન્કાઉન્ટર કરી શકે.. ADVOCATE ARVIND PARMAR 

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

 સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે લોક અદાલતો કોર્ટ નથી કેમ કે તે વિવાદની પતાવટ કરવા માટે કાનુની રીતે ન્યાય તોળતી નથી. આથી તેમના દ્વારા આપવામાં આવેલા પતાવટના આદેશને કાયદેસરની અદાલત સામે દાખલા તરીકે ટાંકીને સમાન ધોરણે વળતર ન માગી શકાય. નોઇડા ઓથોરિટીએ માર્ચ 1983માં એક જાહેરનામું બહાર પાડીને દાદરી તહેેસિલમાં આવેલી જમીનનું એધિગ્રહણ ઔદ્યોગિક વિકાસ માટે કર્યું હતું. નવેમ્બર 1984માં જમીનમાલિકોને ચોરસ મીટર દીઠ 20 રૂપિયાના ભાવે વળતર આપવામાં આવ્યું હતું. એ સમયે જમીન માલિકોએ વળતરના દર સામે કોઇ સવાલ કર્યા વિના વળતરને સ્વીકારી લીધું હતું. પરંતુ એક ફતેહ મોહમ્મદે આ એવોર્ડ સામે અરજી નોંધાવી હતી જેેનેે પગલે નોઇડા ઓથોરિટીએ 2016માં ચોરસ મીટરના 297 રૂપિયાના ભાવે વળતર આપવાનું ઠરાવ્યું હતું. આ રકમ લોકઅદાલતે 30 વર્ષ પૂર્વે અપાવેલા વળતર કરતાં પંદર ગણુ વધારે હતું. આ જોઇ અન્ય જમીનમાલિકોએ પણ અલ્હાબાદ વડી અદાલત સામે લોકઅદાલતનો આદેશ ટાંકીને તેના જેટલું જ વળતર મેળવવા માટે અરજી નોંધાવી હતી. પણ નોઇડાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારતાં સુપ્રીમે નોઇડા ઓથોરિટીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. Advo...